ઓનલાઇન સુરક્ષિત રહો

ઓનલાઇન સુરક્ષા વિશેનું એક ચિત્ર

ઓનલાઇન નવા લોકોને મળવું રોમાંચક હોઈ શકે છે, પણ તેમાં કેટલાક પડકારો પણ હોય છે. વાત આગળ વધારતાં પહેલાં કોઈને ઓળખવા માટે ઍપની મફત સુવિધાઓ, જેમ કે વૉઇસ અને વીડિયો કૉલ, વાપરીને પોતાને સુરક્ષિત રાખો.

⚠️ ધ્યાન રાખવા જેવા 3 ચેતવણીના સંકેત:

1. ફોન નંબરની માગણી

જોડી બનતાં જ તમારો ફોન નંબર માગવો. ઍપમાં ચેટ અને વૉઇસ/વીડિયો કૉલ મફત છે, તો પોતાને પૂછો: તેમને તમારો અંગત ફોન નંબર શા માટે જોઈએ છે?

2. બીજી ઍપ પર જવાનું કહેવું

તમને બીજી કોઈ ઍપ (જેમ કે Telegram) અથવા કોઈ અજાણી ઍપ ડાઉનલોડ કરવાનું કહેવું, જ્યાં તેમના પર પ્રતિબંધ આવવાની શક્યતા ઓછી હોય, અને પછી વાતચીત ત્યાં લઈ જવાનો આગ્રહ રાખવો. સાવધાન રહો: આ તમને સુરક્ષા સુવિધાઓથી દૂર કરવાની એક યુક્તિ હોઈ શકે છે.

3. દબાણ કે જબરદસ્તી

તમે જે કરવા ન માગતા હો તે માટે તમારા પર દબાણ કરવું, જેમ કે તમે “ના” કહ્યા પછી પણ વારંવાર અશ્લીલ ફોટા માગવા. જો કોઈ તમારી મર્યાદાઓ કે ગોપનીયતાનું માન ન રાખી શકે, તો આગળ જતાં બીજી બાબતોમાં પણ તેઓ તમારું માન રાખે તેવી શક્યતા ઓછી છે.

💡 યાદ રાખો: તમારા મનના અવાજ પર ભરોસો રાખો. જો તમે કોઈને તમારા મિત્રો કે પરિવાર સાથે મળાવવામાં સહજ ન અનુભવો, તો કદાચ વાતને આગળના પગલા સુધી લઈ જવાનું હજી વહેલું છે.

તમારી સુરક્ષા હંમેશાં સૌથી પહેલાં.

Download

qr-code
appstore playstore
mobile-app-img

Socials

facebook instagram linkedin twitter tiktok
-->

We use cookies to enhance your browsing experience, serve personalized ads or content, and analyze our traffic. (View Cookie Policy)